Sarva Vidyalaya Kelavani Mandal Sanchalit

S.V. COLLEGE OF EDUCATION, KADI

NCTE Code: 323045

(Constituent College of Kadi Sarva Vishwavidyalaya, Gandhinagar)

Alumni

ALUMNI

પૂર્વ તાલીમાર્થી મંડળનો પરિચય

એસ.વી . કોલેજ ઓફ એજ્યુકેશનના પૂર્વ તાલીમાર્થી મંડળ માં સૌ પૂર્વ તાલીમાર્થીઓનું સ્વાગત છે. આપણી આ કોલેજે આપણા વ્યક્તિત્વ અને કારકિર્દીને નવો ઓપ આપવા અથાગ પ્રયત્નો કર્યા તેમજ નવીનીકરણ અને ફળદાયી શિક્ષણ દ્વારા આપણને શૈક્ષણિક રીતે સમૃદ્ધ બનાવ્યા . કોલેજ દ્વારા કરાયેલ અમૂલ્ય પ્રયત્નોનું ઋણ ચૂકવવા અને આપણા પૂર્વ સહતાલીમાર્થીઓને મદદ કરવા તેમ જ સંસ્થા સાથે જોડાયેલ રહેવા માટેનું એક અનોખું માધ્યમ એટલે આપણું આ પૂર્વ તાલીમાર્થી મંડળ . કોલેજના પૂર્વ તાલીમાર્થીઓ માટે અને પૂર્વ તાલીમાર્થીઓ દ્વારા ચાલતું આ મંડળ પૂર્વ તાલીમાર્થીઓના વ્યક્તિત્ત્વના વિકાસ , વ્યવસાયિક ગુણવત્તામાં વૃદ્ધિ, શિક્ષણ અંગેના નૂતન પ્રવાહથી વાકેફ રહેવા , વ્યવસાયલક્ષી પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્નો કરવા,જૂના અને નવા તાલીમાર્થીઓ એકબીજાથી પરિચિત થાય,પ્રતિભા સંપન્ન પૂર્વ તાલીમાર્થીઓનું સન્માન કરવાં અને પૂર્વ તાલીમાર્થીઓને વ્યાવસાયિક તકોની માહિતી અને માર્ગદર્શન પૂરૂ પાડવાં ના ઉદ્દેશ થી કાર્યરત છે. આપણી કોલેજની એક ગરિમા પૂર્ણ પ્રણાલી રહી છે કે પૂર્વ તાલીમાર્થી મંડળના સભ્યો હંમેશા કોલેજમાં વિવિધ પ્રકારે ફાળો આપે છે , પોતાના અનુભવ રજૂ કરે છે અને વર્તમાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપે છે.
પૂર્વ તાલીમાર્થી મંડળની પ્રવૃત્તિઓ
Scroll to top